Temple History

Temple History

જય માં વરદાયિની

દેવો ની પ્રથમ પૂજનીય માં વરદાયિની ના એજ બ્રહ્માજીના રક્ષણ અર્થે દુર્ગમ દૈત્ય સાથેના યુદ્ધમાં માં વિજયી થતા દુર્ગા નામ થી સમસ્ત દેવલોકે સંબોધન કર્યું અને વરદાયિની નામ પણ બ્રહ્માજી એ જ આપ્યું હતું. આ જ પ્રાચીન નગરી રૂપાવટી ના શ્રી વરદાયિની માં ના મંદિરે ભગવાન શ્રી રામ જી એ આસ્થા પૂર્વક વરદાન પ્રાપ્ત કર્યું અને પાંચ , પાંડવો અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુવર્ણ ની પલ્લી યાત્રા શરૂ થઈ હતી તે આજ દિન સુધી દર વર્ષે અવિરત અચૂક નીકળે જ છે. શ્રી વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાન દ્વારા આજે કલિયુગ માં મન્દિર ગોખ અને કળશ ને સુવર્ણ થી મઢી ને મંદિર ને યાત્રાધામ તરીકે નવપલ્લવિત કર્યું છે. માં વરદાયીની ના કરોડો ભક્તો આસ્થા અને ભક્તિ ભાવથી માં ના ચરણકમલ માં અનુદાન આપી ને અભિષેક કરી .વિશ્વંભરી જગજનની માત શ્રી વરદાયિની માતા સાથે જય જગદંબા.* ની પુકાર અવશ્ય કરે છે.

ગામના દરેક રહેવાસીઓ એ તન મન ધન થી મહોત્સવ માં ભોજન પ્રસાદ ટ્રાફિક નિયંત્રણ મહાયજ્ઞ ની પૂર્વ પ્રાથમિક અને પૂર્ણતઃ સુંદર આયોજન પૂર્વક સહાય રૂપ બન્યા તેઓ દરેક સ્વયંસેવવકો ની સેવા ને પણ મંદિર પરિવાર ટ્રસ્ટીઓ અને માતા દેવસ્થાન સંસ્થાન હૃદયપૂર્વક આભારી છે. આપની નિસ્વાર્થ સેવા શ્રી વરદાયિની માતાજી એ પણ અમી નજર થી નીહાળી રહ્યા હતા માં ના શુભ આશિષ આપના સમસ્ત પરિવાર પર આજીવન બન્યા રહે તે જ પ્રાર્થના શ્રી વરદાયિની માતાજીના ચરણકમલ માં આપણી ભક્તિ ભાવના શ્રદ્ધાની જ્યોત આજીવન પ્રજ્વલિત બની રહે અને માં આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્ય પૂર્વક રક્ષણ કરે તે પ્રાર્થના અને વંદન નિયમિત સેવારત રહી માં વરદાયીની ની ભક્તિ થકી સફળતા ન શિખર પ્રાપ્ત કરો તે શુભકામના.
જય વરદાયિની જય જગદંબા

માં ના સ્મરણ માત્ર થી હે માઁ… ની આલેખ લગાડનાર સૌ કોઈ ની મનોકામના પૂર્ણ કરનારી માઁ વરદાયિની.  ના માઁ ના પુકાર માત્ર થી પૃથ્વી લોક, સ્વર્ગ લોક, શિવ લોક, પાતાળ લોક કે ૧૪ ભુવન ના સમસ્ત જીવ ના શરીર માં રક્ત સંચાર પ્રભાવિત થઈ જાય છે માઁ ની શક્તિ અને આશિષ સામે અન્ય કોઈ શક્તિ મિથ્યા છે .

જગતજનની મા વરદાયીની ના એક માત્ર શાસ્ત્રોક્ત પૌરાણિક પુરાવા રૂપ માઇ મંદિર જે ભલે ૫૧ શક્તિપીઠના મુખ્ય સ્થાનક માં સ્થાન પ્રાપ્ય નથી.
પણ વિશ્વ માં કરોડો ભક્તો ની આસ્થા અને શ્રદ્ધા થી પ્રિય અને પૂજનીય અને દર્શનીય સ્થાનક મંદિર છે.
જ્યાં દરેક શારદીય નવરાત્રી એટલે ગુજરાતીમાં આસો શુદ નવમી એટલે કે નવમા નવરાત્રી ની મધ્યરાત્રી બાદ વરદાયિની માતાજી નો સુપ્રસિધ્ધ પલ્લી માં લાખો મણ શુદ્ધ ઘી નો અભિષેક વરદાયિની માતા જી ની પલ્લી ઉપર લાખો ભાવિક ભક્તો પોતાની શ્રધ્ધા અને માં વરદાયિની ના આશિષ થી કૃત પલ્લવીત થયેલા ભાવિક ભક્તો દર વર્ષે પલ્લી યાત્રા માં અભિષેક કરે છે જ આ યાત્રા અવિરત મહાભારત કાળ ના યુગો પર્યત વરદાયિની માતા ની પલ્લી યાત્રા અચૂક નીકળે જ છે. આ પલ્લી યાત્રા માં કદી કોઈ વિઘ્ન ગ્રહણ આવ્યું નથી નાના મોટા અમુક વખત કોઈએ આ યાત્રા ને રોકવા કે તેની પવિત્ર રીત રસમ ઉપર કોઈએ સવાલ ઉઠવ્યા હોય કે વિરોધ કર્યો હોય તેઓ ને પણ વરદાયિની માતાજી ના ચમત્કારનો એહસાસ થઈ ચૂક્યો છે.

  • ચૈત્ર નવરાત્રી માં વ્રત ઉપવાસ થકી શારીરિક તંદુરસ્તીને પ્રાપ્ત કરવાનો ઉત્તમ સમય છે. આપણા માં ઘણા લોકો ચૈત્ર મહિના માં લીમડા ના કડવા રસ નું સેવન કરીને બોડી ડિટોક્સિંગ પ્રક્રિયા થકી તંદુરસ્ત અને યુવાન રહેતા હોય છે જ.
  • હિન્દૂ ધર્મ શાસ્ત્ર તે, વેદ અને પુરાણ આધારિત સૃષ્ટિ ની સંરચના નિર્માણ અને તેં પરંપરા ની સાતત્ય મુજબના સંસ્કરણ આપણા આવનાર સંતાનો અને સમસ્ત જીવ શ્રુષ્ટિની સુગમતા અને સંરક્ષણ મુજબના સંચાલન પર આધારિત છે.
  • તેથી જ આપણી દરેક ઋતુઓ સાથે વૃક્ષ, પર્ણ, ફળ, ફૂલ વગેરે નો મહત્તમ ઉપયોગ હિન્દૂ ધર્મ ની પૂજન વિધિ માં સંસ્કાર અને પરંપરા પૂર્વક થાય છે. જે આપણને પર્યાવરણ અને વૃક્ષ પર્ણ ફળ ફૂલ નું જતન અને ઉછેર ના સંસ્કાર સાથે આપણા સ્વાસ્થ્ય અને તંદુરસ્તી નું પણ યોગ્ય જતન કરે છે. હિન્દૂ ધર્મ અને સંસ્કૃતિ સૌથી પ્રાચીન શ્રુષ્ટિ ની ઉત્તપ્તિ કાળથી સ્થાપિત થયેલી છે.
  • હિન્દૂ વર્ષ પ્રતિપદા નવ વર્ષ નવ સંવત્સર હિન્દૂ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાનો શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ પ્રથમ તિથિ એકમ થી ગણના થાય છે.
  • આ તિથિ સાથે હિન્દૂ સંસ્કૃતિ ના મુખ્ય સંસ્કરણ સ્થાપિત થયેલ છે. ચૈત્ર શુદ એકમ વર્ષ પ્રતિપદા ના દિવસે હિન્દૂ દેવ બ્રહ્માજી એ આ શ્રુષ્ટિની સંરચના કરી હતી. અને સાથે સાથે શ્રુષ્ટિની સાથે સૂર્યદેવ નો પણ ઉદય શ્રુષ્ટિના સમસ્ત જીવ રચના ને કાર્ય બદ્ધ કરવાની ગણનાત્મક સમયસારણીની ક્રમ મુજબની આવશ્યકતા રૂપે કરવામાં આવી હતી. અને સૂર્યદેવ થકી જ અનુકૂળ જરૂરિયાત પૂર્વકની ભૌગોલિક કુદરતો ઋતુઓ ની રચના થઈ હતી.
  • તમે વિચારો સૂર્ય દેવ અને ચંદ્ર દેવનું અસ્તિત્વ કોઈ પણ દેશ પ્રદેશ કે સંસ્કૃતિના કેલેન્ડરમાં પ્રાથમિક આવશ્યકતા છે.
  • આથી ચૈત્ર વર્ષની પ્રતિપદા તિથિ ને ચૈત્ર નવરાત્રી તેમજ વર્ષ પ્રતિપદા ને હિન્દુસ્તાન ભારત દેશ માં મહારાષ્ટ્ર માં ગુડીપડવો, દક્ષિણ ભારત માં કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશ માં ઉગાદી, કોંકણી માં સંવત્સર પડવો, સિંધી સમુદાય માં ચેટીચાંદ, કાશ્મીર માં નવરેહ, અને મણિપુર માં સજીબુ નોંગમાં પાનબા ના પર્વ તહેવાર થકી ઉજવવામાં આવે છે.
  • હિન્દૂ ધર્મ માં કળશ એટલે ઘટ સ્થાપન ઘટ કળશ તે હિન્દૂ ધર્મ ના પ્રમુખ દેવતા શ્રી હરિ વિષ્ણુ ભગવાન નું પ્રમુખ પ્રતીક છે. તેથી જ નવરાત્રી માં પ્રથમ દિવસે ઘટ સ્થાપન તેમજ હિન્દૂ ધર્મ ની અન્ય પૂજાઓ માં પણ ઘટ કળશ નું વિશેષ મહત્વ રહેલું છે.
  • આ વર્તમાન અંગ્રેજી કેલેન્ડર મુજબ 22 માર્ચ 2023 ના પ્રભાત સમય સવારે 6.23 થી સવારે 7.32 આ એક કલાક 9 મિનિટ ના સમય ગાળા દરમ્યાન ઘટ સ્થાપન કરવાનું શુભ મુહરત છે.

22 માર્ચ 2023, બુધવાર – પ્રતિપદા તિથિ, મા શૈલપુત્રીની પૂજા, ઘટસ્થાપન
23 માર્ચ 2023, ગુરુવાર – દ્વિતિયા તિથિ, મા બ્રહ્મચારિણીની પૂજા
24 માર્ચ, 2023, શુક્રવાર – તૃતીયા તિથિ, મા ચંદ્રઘંટાનું પૂજન
25 માર્ચ 2023, શનિવાર – ચતુર્થી તિથિ, મા કુષ્માંડાની પૂજા
26, માર્ચ 2023, રવિવાર – પંચમી તિથિ, મા સ્કંદમાતાની પૂજા
27 માર્ચ 2023, સોમવાર – ષષ્ઠી તિથિ, માતા કાત્યાયનીની પૂજા
28 માર્ચ 2023, મંગળવાર – સપ્તમી તિથિ, મા કાલરાત્રીની પૂજા
29 માર્ચ 2023, બુધવાર – અષ્ટમી તિથિ, મા મહાગૌરીની પૂજા
30 માર્ચ, ગુરુવાર – નવમી તિથિ, માતા સિદ્ધિદાત્રીની પૂજા, દુર્ગા મહાનવમી, રામ નવમી

  • હિન્દૂ ધર્મ શાસ્ત્ર મુજબ જીવાત્મા ને ૮૪ લાખ યોનીઓના જન્મજન્માંતર બાદ મનુષ્ય યોની પ્રાપ્ત થાય છે આ મનુષ્ય યોની જ સૌથી બુદ્ધિશાળી હોવાથી તે ભક્તિ આરાધના કરી ને જ પુનર્જન્મ ના ક્રમ માં થી મોક્ષ મુક્તિ તરફ શિવ અને જગતજનની માંની ભક્તિ સદાચાર મય જીવન થકી પ્રાપ્ત કરે છે.
  • મનુષ્ય શરીર માં ઉર્જા સ્તોત્ર માં દુર્ગા અને તેના કોઈ પણ સ્વરૂપની સંપૂર્ણ શ્રદ્ધાપૂર્ણ ભક્તિમય આરાધના માટે પણ હિન્દૂ ધર્મ શાસ્ત્રો માં મુખ્યત્વે ચાર નવરાત્રીઓ નું સ્થાન છે.
  • જેમાં પ્રથમ નવરાત્રી ચૈત્ર માસ માં દ્વિતીય અષાઢ અને માઘ માસ ની નવરાત્રી ગુપ્ત નવરાત્રી કહેવાય છે જેમાં અમુક વિધિ તંત્ર વિદ્યા સિદ્ધિ ઉપાસના થાય છે અને શારદીય નવરાત્રી માં અસંખ્ય હિંદુઓ માં ની આરાધના ભક્તિ ભાવ મુજબ કરે છે.
  • ધર્મ અને શાસ્ત્ર અનુસાર માં સ્ત્રી શક્તિ દ્વારા મહિષાસુર નો વધ થકી સમસ્ત મનુષ્ય જીવન ને પણ એક સંદેશ માં એ આપ્યો છે.
  • આથી મનુષ્યના દુર્ગુણો થકી જાણતા અજાણતા થતા પાપ ના સ્તોત્ર ઉપર સંયમ કેળવવો જોઈએ
    આથી જ ધાર્મિક સંસ્કાર અને પરંપરા મુજબ નવરાત્રી નું વ્રત ભક્તિ ઉપાસના માં મન વિચાર અને મસ્તિક પર સંયમ કેળવવા ની પ્રાથમિક પ્રક્રિયા રૂપે ઉપવાસ અને ફળાહાર સાથે નવરાત્રી વ્રત પરંપરા અને સંસ્કૃતિ રૂપે હિન્દુઓ ના દરેક ધર્મ ના અનુયાયીઓ તેનું પાલન કરે છે.
  • મનુષ્ય ના દુર્ગુણ એ આપણો અહંકાર, દુ:ખ, લોભ, ઈર્ષ્યા વગેરે છે તેના પર સંયમ કેળવી ને દસ દુર્ગુણો નવરાત્રીની ભક્તિ આરાધના દ્વારા આપણા માં રહેલ આ દસ અનિષ્ટોનો આપણા સંયમ થકી પાપ મુક્ત રહેવાનો.
  • કામ ક્રોધ મોહ માયા અભિમાન ડર ઈર્ષા જડતા, ઘૃણા, પશ્ચાતાપ થી મુક્ત બની ભક્તિ મય અનુકરણ થકી મનુષ્ય શરીર ને પુનઃ શક્તિ અને ઉર્જાવાન બનાવવા ની પ્રક્રિયા એ જ નવરાત્રી ની ખરી ભક્તિ આરાધના કહેવાય નવરાત્રી માં શક્ય હોય તેટલા દિવસો ઉપવાસ ફળાહાર કરી ને શરીર ને આપણા રોજિંદા આહાર થકી ઉતપન્ન થતી અશુદ્ધિઓથી ઉતપન્ન થતા ઝેરી અને નકામા બિન જરૂરી બેક્ટેરિયાથી શરીર ને શુદ્ધ નિર્મળ કરવું જેથી શરીરને તંદુરસ્તી તરફ લઈ જવું ઉપવાસ એટલે ખાલી પેટે હોજરી ને શુદ્ધ કરવાની ૧૦૦% સંપૂર્ણ સુરક્ષિત પ્રક્રિયા. જેને અંગ્રેજી ડોક્ટરો બોડી ડિટોક્સિંગ પ્રોસેસ કહે છે તે જ આ આપણા હિન્દૂ ધર્મ વિજ્ઞાન સાથે સંસ્કારીત થયેલી છે.
  • આ મુખ્ય ઉલ્લેખ અને ધ્યેય જ મનુષ્યોને હિન્દૂ ધર્મ ના આચરણ અને ઉપવાસ નું મહત્વ સમજી ને માં જગદંબા ની નવરાત્રી માં ઉપવાસ સંગ શ્રદ્ધાપૂર્ણ અને ભક્તિ મય આરાધના ના માર્ગ નું અનુકરણ કરવા માટે પ્રેરિત કરે છે.
  • એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ દેવી માં દુર્ગાની નિર્મળ હૃદયથી પૂજા કરે છે, તો માતા આપણામાં રહેલા દસ દુષ્ટોનો નાશ કરે છે અને પૂજા કરનારને માનસિક શાંતિ સાથે તંદુરસ્તી પ્રાપ્ય થાય છે.
  • જગતજનની માં વરદાયિની માં ના જ નવદુર્ગા ના નવ સ્વરૂપો અને મહિમા – દેવીના નવ સ્વરૂપો અને પૂજાનું ફળ શૈલ પુત્રી – શૈલ પુત્રી મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. પર્વતરાજ હિમાલયના સ્થાને જન્મ લેવાથી તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. નવરાત્રિની પ્રથમ તિથિએ શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ભક્તો હંમેશા ધન અને ધાન્યથી ભરેલા રહે છે.
  • બ્રહ્મચારિણી – તે જ માં વરદાયિની તેમનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી છે. જગજનની નું આ સ્વરૂપ ભક્તો અને સાધકોને અનંત ફળ પ્રદાન કરનાર છે. તેમની આરાધનાથી દ્રઢતા, ત્યાગ, શાંતિ, સદાચાર અને આત્મ-નિયંત્રણની ભાવના જાગૃત થાય છે.
  • ચંદ્રઘંટા – માં નું ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટા છે. તૃતીયા પર તેમની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે. વીરતાના ગુણો વધે છે. અવાજમાં દિવ્ય અલૌકિક ધૂનનો સમાવેશ થાય છે અને આકર્ષણ વધે છે.
  • કુષ્માંડાઃ– ચતુર્થીના દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી સિદ્ધિઓ, ધનની પ્રાપ્તિ થાય છે, તમામ રોગ અને દુઃખ દૂર થાય છે અને ઉંમર અને કીર્તિમાં વધારો થાય છે.
  • સ્કંદમાતાઃ– નવરાત્રિનો પાંચમો દિવસ સ્કંદમાતાની પૂજાનો દિવસ છે. મોક્ષના દરવાજા ખોલનારી માતા અંતિમ દિલાસો આપનાર છે. માતા પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

  • કાત્યાયની:- માતાનું છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની છે. છઠ્ઠા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી અદ્ભુત શક્તિનો સંચાર થાય છે. કાત્યાયની સાધકને શત્રુઓને મારવા સક્ષમ બનાવે છે. સાંજના સમયે તેમનું ધ્યાન કરવું જોઈએ.

  • કાલરાત્રી:- નવરાત્રિના સાતમા દિવસે મા કાલી રાત્રીની પૂજા કરવાની વિધિ છે. તેમની પૂજા કરવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને શત્રુઓનો નાશ થાય છે. ઝડપથી વધે છે.
  • મહાગૌરી:- દેવીનું આઠમું સ્વરૂપ મા ગૌરી છે. આના આઠમા દિવસે પૂજાનો નિયમ છે. આખી દુનિયા તેની પૂજા કરે છે. મહાગૌરીની પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને ક્રાંતિ વધે છે. સુખમાં વધારો થાય. શત્રુ-શમન થાય.
  • સિદ્ધિદાત્રી:- નવરાત્રિના નવમીના દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી વ્યક્તિ અણિમા, લઘિમા, સિદ્ધિ, પ્રાકામ્ય, કીર્તિ, પરમાત્મા, સર્વકામવાસન્યતા, અંતર શ્રવણ, પરદેશ પ્રવેશ, વાણી સિદ્ધિ, અમરત્વ, ભાવના સિદ્ધિ વગેરેની પ્રાપ્તિ કરે છે.
  • આ વર્ષે ગુજરાતના પાટનગર ગાંધીનગર થી માત્ર 13 કિલોમીટર દૂર જગતજનની શ્રુષ્ટિ ના સર્જન અને ઉતપતિ કાળ થી દેવો અને દાનવો ની પ્રથમ પૂજનીય દેવી માં વરદાયિની માં ના નવ નિર્મિત સુંદર અને રમણીય મંદિર માં સુવર્ણ ના ગોખ બેઠક માં બિરાજેલ માં વરદાયિની નું એક માત્ર પૌરાણિક પ્રાચીન સ્થાન પર વિદયમાન મંદિર ના દર્શન આ ચૈત્ર નવરાત્રી માં કરીને દરેક ભક્તજનો પાવન થાય. માઁ એટલે માઁ ના કોઈ પણ સ્વરૂપ ને શ્રદ્ધા ભક્તિમય પૂજન અર્ચન પણ નવદુર્ગા ના પ્રથમ પ્રાગટય દેવી માં વરદાયિની માં જગજનની ના દર્શન પણ અતિ પૂજનીય અને મોક્ષ ગતિ રૂપ શાસ્ત્રો માં વર્ણન કરેલ છે. મુખ્ય આ મંદિર માં માં વરદાયિની સાથે શિવજી મહાદેવ તેમજ નવદુર્ગા ના નવ સ્વરૂપ ના પાવન દર્શન નવરાત્રી માં એક જ નિજ મંદિર રૂપાલ ના વરદાયિની માં ના મંદિર પર દર્શન થાય છે.
  • આ સુંદર વરદાયિની માતા જી નું મંદિર ગાંધીનગર કલોલ માર્ગ પર રૂપાલ ગામ માં વરદાયિની માં નું સુંદર મનોહર અને નયનરમ્ય દર્શન નવરાત્રી માં લાખો ભક્તજનો અચૂક દર્શનાર્થે આવી ને માઁ વરદાયિની માતાજી ના ચરણકમલ માં શિષ મસ્તક ઝુકાવી ને પોતાના શ્રદ્ધા સુમન માઁ ના ચરણોમાં અર્પિત કરીને જગતજનની માં વરદાયિની માં ના શુભ આશિષ સહ પરિવાર સાથે ભક્તિમય ભાવના થી દર્શન કરી ને પ્રાપ્ત કરે છે. આ વરદાયિની માં ના મંદિર ના દિવ્ય સ્વરૂપ દર્શન ચોક્કસ આપના હદયકમલ માં હર હમેશ વસી જશે અને નવરાત્રી માં માઁ ના શુભ આશિષ મેળવવા તે શ્રેષ્ઠ સમય શાસ્ત્રોક્ત વિદિત છે. જય વરદાયિની જય જગદંબા.