માં વરદાયિની માતાજી ઉપર ની અપાર શ્રદ્ધા પણ ભવિષ્યમાં આવનારી પેઢી આ રૂપાલ ના વિશ્વવિખ્યાત પલ્લી અને માં વરદાયિની માતાજી ના સુવર્ણ જડિત ગોખ દર્શન કરી ને શ્રદ્ધાળુઓ ના હદયકમલ માં માં વરદાયિની માતા નિવાસ કરે તેજ શુભ આશય થકી મંદિર અને માતાજી ના પ્રચાર પ્રસાર અર્થે આ દાન મંદિર ના ટ્રસ્ટીગણ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યું છે. હવે આ મંદિર ના નવ સુશોભિત ગૃહ મંદિર ના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન પણ બહુ જ થોડા દિવસોમાં થવાનું છે. શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તજનો પોતાનું આર્થિક અનુદાન મંદિર ના નવનિર્માણ કાર્ય અર્થે આપી શકે છે.
જગતજનની મા વરદાયીની ના એક માત્ર શાસ્ત્રોક્ત પૌરાણિક પુરાવા રૂપ માઇ મંદિર જે ભલે ૫૧ શક્તિપીઠના મુખ્ય સ્થાનક માં સ્થાન પ્રાપ્ય નથી. પણ વિશ્વ માં કરોડો ભક્તો ની આસ્થા અને શ્રદ્ધા થી પ્રિય અને પૂજનીય અને દર્શનીય સ્થાનક મંદિર છે. Read More