Events
જય માં વરદાયિની
વિશ્વંભરી જગજનની માં વરદાયિની માં નું યુગો પર્યત પૌરાણિક પવિત્ર અને દર્શનીય મંદિર પલ્લી મંદિર ને શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાન દ્વારા પૌરાણિક સિદ્ધરાજ જયસિંહના સમય નું મંદિર ને સોમપુરા વાસ્તુકલા થકી સુંદર શિલ્પકલા સભર અને વિશાળ સભામંડપ માં એક સાથે અસંખ્ય દર્શનાર્થીઓ દર્શન પુજા આરતી માં સરળતાથી દર્શન કરી શકે તેવું વીશાળ સભા મંડપમાં, માં વરદાયિની માં નું સુવર્ણ જડિત દરવાજા કમાન અને સોનાથી મઢેલ ગોખ બેઠક સ્થાનમાં માં વરદાયિની માં ની મનોહર અને આકર્ષક મૂર્તિ ના દર્શન કરી લાખો ભક્તજનો ધન્ય થઈ રહ્યા છે. આ નવ નિર્મિત સુંદર દર્શનીય મંદિર ખૂબ જ દર્શનીય નિર્મિત કરવામાં આવ્યું છે.
તેમજ સભામંડપમાં ભગવાન શિવજી અને નવદુર્ગા ની મૂર્તિઓના પણ દિવ્ય દર્શન થશે. આ નવ મંદિરમાં માં વરદાયિની ને નવદુર્ગા અને શિવ પરિવાર સહિતમાં ને આવકારવા લાખો ભક્તજનો દર્શનાર્થીઓ સહસ્ત્ર ચંડી યજ્ઞ અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે 22 જાન્યુઆરી 2023 થી 26 જાન્યુઆરી 2023 સુધી વિધિ સભર માં ને પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. આપ શ્રી માં વરદાયિની ના નવનિર્મિત મંદિર માં ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી આ શુભ અવસર માં યથા શક્તિ અનુદાન અર્પણ કરી ને માં ને કૃતઘનતા પૂર્વક આપના શ્રદ્ધા સુમન અવશ્ય અર્પણ કરી ને માં વરદાયિની ના શુભ આશિષ પ્રાપ્ત કરવા આ અવસર માં અવશ્ય દર્શનાર્થે સહ પરિવાર સગા મિત્ર પાડોશીઓ સંગ પધારવા નું નિમંત્રણ છે. જય વરદાયિની જય જગદંબા.
નવ નિર્મિત શ્રી ખોડિયારમાતાજી ના તથા શ્રી ગણપતિજી મહરાજાના તથા શ્રી હનુમાનજી ના મંદિરના પ્રાણ પ્રતિસ્થા મહોત્સવ…
ગુર્જર ધરા સોહામણી છે અહીં દેવ દેવી દેવતાઓ ઋષિ મુનિ શૂરવીર સંત સાધુ નાગાબાવા સતીઓ આ સૌની ગુર્જર ધરા પ્રમુખ કર્મ ભૂમિ રહી છે રામાયણ કાળ માં માં પણ ભગવાન શ્રી રામ વનવાસ દરમ્યાન ગુર્જર ભૂમિ પર વન વિહાર કરી ને પુણ્યભુમી ને વંદન કરેલ તેમજ મહાભારત કાળ એટલે કે ૫૫૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા માં આવી ને વસ્યા હતા તેમજ ભગવાન શ્રી કૃષ્ણનો સ્વર્ગવિહાર પર ભાલકા તીર્થ સોમનાથ વેરાવળ ની પુણ્યભુમી પર થી જ થયો હતો .
આ વાત સોરઠની ધીંગી ધરા પુણ્યભુમી માં પાંગરેલી ૧૦૮ જાતી ઓ ની પૂજનીય દેવી આઈ ખોડિયાર માતાજી ની છે . આ વાત સોરઠના ગોહિલવાડ પંથક માં વસેલા એક મામડિયા ચારણ ની ૭ પુત્રી જે દરેક પુત્રી આઈ ( દૈવી શક્તિ ચારણ કન્યા ને આઈ કહેવાય ) માં અદભુત અલૌકીક ચમત્કારી શક્તિ હતી . તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો આ બહેનો માં સૌથી નાની બહેન એ જ આઈ ખોડિયાર માં જેના સમસ્ત વિશ્વભર માં કરોડો શ્રદ્ધાળુ ભક્તો અતિ પૂજનીય કુળદેવી સ્વરુપે મન વચન અને કર્મ થી પોતાના કુલ રક્ષક દેવી માં તરીકે દૈનિક પૂજા પાઠ કરીને આઈ ખોડિયાર મા ના શુભ આશિષ પ્રાપ્ત કરે જ છે અને મા પણ પોતાના બાળકો સમાન ભક્તો ની આશા પૂર્ણ કરી ને તેમના ભક્તો ના પરિવાર ના રખોપા રક્ષણ કરે છે . આજે પણ ગઢવી ચારણ કુળ ની આઈ ખોડિયાર માં ના ચમત્કારો થી હિન્દૂ ધર્મ ના રાજપૂત ક્ષત્રિય પટેલ વાણીયા અને અઢાર વર્ણ ની તમામ જાતી ના જ્ઞાતિ જનો નો અતિ પૂજનીય કુળદેવી આઈ ખોડિયાર માં નો ગોખ મૂર્તિ કે ફોટા રૂપે આ તમામ ભક્તો ના ગૃહ મંદિર પ્રવેશ દ્વાર કે આંગણા માં બનેલ મંદિર કે વાહન માં પૂજનીય કુળદેવી નું સૌથી વિશેષ સ્થાન છે.
આઈ ખોડિયાર માં નો સમયકાળ બહુ જ અતિ પૌરાણિક નથી સાતમી સદી ઇ.સ. ૭૭૮ એટલે કે આજથી ૧૨૩૯ વર્ષ પૂર્વે નો સમય કળીયુગ કહેવાય . ભાવનગર પંથકમાં બોટાદ પાળિયાદ પાસે રોહિશાળા નામના નાનકડા ગામમાં આદ્યશક્તિ મા ખોડિયારનું પ્રાગટય સ્થાનક છે. વિ.સં. ૮૩૬ની મહાસુદ આઠમના રોજ ખોડિયાર માતાજીનો જન્મ દિવસ મનાય છે. આ રોહિશાળા નાનકડા ગામમાં પશુપાલક મામડિયો ચારણ રહેતો હતો. આ મામડિયા ચારણની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઇ મહાદેવે તેને આઠ સંતાનો આપી તેનું વાંઝિયામેણુ દૂર કર્યું હતું. સાત બહેનો અને એકભાઈએ અહિંયા પારણામાં જન્મ લીધો હતો. સૌથી નાની બેન એ જોગમાયા ખોડિયાર છે. આજે સમસ્ત વિશ્વભર માં માં ખોડિયાર જયંતિ ધામધૂમથી ઉજવાય છે. અને આશરે સમસ્ત ગુજરાત માં જ ગામે ગામ અગણિત મંદિરો આઈ ખોડિયાર માં ના આવેલ છે .
વલ્લભીપુર એ પૌરાણિક ગોહિલવાડ નું પાટનગર હતું (ભાવનગર નજીક ) વલ્લભીપુર માં મૈત્રેય વંશના શિલાદિત્ય રાજા સાહિત્ય, સંગીત અને કળાકારીગરીના ઉપાસક હતા તેમના દરબારમાં રાજકવિ, ભાટ, ચારણ અને ગઢવી જેવા અનેક કલાકારને પ્રથમ સ્થાન મળતું હતું. મામડિયો ચારણ પશુપાલક હતો પણ ભક્તિ ભાવના અને નીતિ રીતિથી જીવનાર નેક ઇમાનદાર હતો. મામડિયા ચારણ મહાદેવનો પરમ ઉપાસક હતો. આવા સદગુણોના સંબંધે રાજા શિલાદિત્યના દરબારમાં મામડિયા ચારણને પ્રથમ સ્થાન અને માન સન્માન મળતું હતું. મામડિયા ચારણ રાજાના પરમમિત્ર ગણાતા હતા. રાજ દરબારમાં કોઇકે રાજાને કહ્યું કે વાંઝિયાનું મુખ જોવાથી રાજના કાર્યમાં વિલંબ થાય કે વિઘ્ન આવે છે. મામડિયો ચારણ વાંઝિયો છે.
આ જાણીને ધીમે ધીમે મામડિયા સાથે રાજાનો પ્રેમ ઘટવા લાગ્યો. એક દિવસ મામડિયાએ પૂછયું કે રાજા સાહેબ આપ મારા પ્રત્યે ઉદાસ લાગો છો ? રાજાએ કહ્યું કે તું વાંઝિયો છે. વાંઝિયાનું મુખ જોવાથી કામમાં વિઘ્ન આવે અને અપશુકન ગણાય છે. એમ શાસ્ત્ર કહે છે. મામડિયો નિરાશ થઇ ઘરે આવ્યો. પત્ની દેવળબાને વાત કરી. બંનેને દુઃખ થયું તેમણે ભગવાન શંકરની અખંડ આરાધના કરી અને મહાદેવને કહ્યું કે મને પુત્રફળ નહિ આપો તો કમળપૂજા કરીશ. મામડિયાએ અન્નજળનો ત્યાગ કર્યો. આઠ દિવસ સુધી ભક્તિ ભાવ થકી મહાદેવ ને પ્રસન્ન કરવા પ્રયાસ કર્યો પણ મહાદેવ ભક્તો ની પરીક્ષા કર્યા પછી પ્રસન્ન થાય આથી આઠમા દિવસ ની પૂજા બાદ સાંજે મહાદેવ ની આરતી પછી મામડીયો નિરાશ થઈ ને પોતાનું મસ્તક મહાદેવ ને કમલપુજા સ્વરુપે ચડાવવા તલવાર ઉઠાવે છે ત્યાં જ મહાદેવ સ્વંય પ્રગટ થયા અને મહાદેવે મામડિયા ચારણ ને વરદાન આપ્યું કે તેં આઠ દિવસ સુધી આકરૂં તપ કર્યું છે તો હું તને આંઠ સંતાનો આપું છું.
સાત દીકરીઓ અને એક દીકરો. સાત દીકરીઓમા સૌથી નાની દીકરી જોગમાયા મહાશક્તિનો અવતાર હશે તે દુનિયાના દુ:ખો મટાડશે. હે મામડિયા તું ઘરે જા અને આઠ પારણા બંધાવજે. મહાદેવની કૃપાથી આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ અને જાનબાઈ (ખોડિયાર). સાત દીકરીઓ અને દીકરાનું નામ મેરખિયો. આઈ ખોડિયાર ના બાલ્યાવસ્થા ના ચમત્કારો ખોડિયાર મા પરચાધારી જોગમાયા તરીકે ઓળખાયા. નાનપણથી જ તેમણે અનેક દુખિયોના દુખો મટાડયા. અનેક પરચાઓ પૂર્યા. એકવાર ભાઈ મેરખિયાને સાપે ડંશ દીધો હતો. મા ખોડિયારે જાણ્યું કે પાતાળમાંથી અમરકૂપો લાવી તેમાનું અમૃત મેરખિયાને પીવડાવે તો સાપનું ઝેર ઉતરી જાય અને ભાઈ સાજો થઇ જાય.
આ પાતાળ લોક માં સાતેય બહેનો સાથે નાગદેવતા પાસે થી અમૃત કળશ લઈ આવે છે. આથી પુરાણ ઇતિહાસ માં આઈ ખોડિયાર માં ને નાગ કુળ ના પણ અમુક લોકો માને છે. અને સમસ્ત વિશ્વ માં દરેક મુખ્ય સ્થાનક પ્રમુખ મંદિરો માં ખોડિયાર માં ના મંદિરો માં આજ સુધી નાગ દેવતા જીવતા જ ત્યાં રહેતા હોય છે અને કોઈ ને નાગ દેવતા એ મંદિર ની પ્રાંગણ માં ડંખ માર્યો નથી. ખોડિયાર મા એ ભાઈ ને સર્પ દંશ હોવાથી મા ખોડિયારે તરત જ સમુદ્રમાં ઝંપલાવ્યું. તેમને સમુદ્રમાં મગરે મદદ કરી હતી. અમરકૂપો લઇને ઝડપથી આવતાં કોઇક પથ્થર સાથે તેમનો પગ અથડાયો જેથી માતાજી લંગડાતા ચાલવા લાગ્યાં. આ જોઈ બધી બહેનો કહેવા લાગી કે આ ખોડી આવી. ત્યારથી માતાજી ખોડિયાર મા કહેવાયા.
વલ્લભીપુર ના રાજાએ માતાજીને પોતાના મહેલમાં લઇ જવા માટે ખૂબ વિનંતી કરી. રાજાના અતિઆગ્રહથી માતાજીએ આવવા હા પાડી પણ શરત કરી કે હું તારી સાથે તારા સ્થાને આવીશ તે સમયે તારે આગળ ચાલવાનું અને હું તારી પાછળ ચાલતી આવીશ. જ્યારે તું પાછળ ફરીને મને જોઈશ ત્યાંથી હું આગળ નહિ આવું. તે જગ્યાએ મારું સ્થાનક હશે. રાજાએ આ શરત માન્ય રાખી. રાજા આગળ અને માતાજી પાછળ ચાલી રહ્યાં છે. સમય વહી જાય છે. માતાજીના ઝાંઝરનો અવાજ બંધ થતાં રાજાને શંકા ગઇ કે માતાજી મારી પાછળ આવતાં નથી. એટલે રાજાએ પાછળ ફરીને જોયું. માતાજી ત્યાં ઉભાં થઇ ગયાં અને રાજાને કહ્યું કે રાજા તે શરતનો ભંગ કર્યો છે. હવે હું અહિંથી આગળ નહિ આવું. આ મારું સ્થાનક છે. આ પવિત્ર અને અલૌકિક જગ્યા એ જ રાજપરા ધામ છે. આજે વિશાળ મંદિરમાં દરરોજ હજારો માઈભક્તો આવે છે. લાપસીનો પ્રસાદ ચઢાવી શ્રીફળ વધેરી માના આશીર્વાદ મેળવે છે. રાજપરામાં આજે પણ જોગમાયા આઈ ખોડિયાર માં સાક્ષાત દર્શન દેતાં મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. તાતણિયા ધરાવાળી, માટેલ ધરાવાળી અને ગળધરાવાળી મા આદ્યશક્તિ જોગમાયા ખોડિયાર કળિયુગમાં સાક્ષાત પરચાધારી મા છે. સૌની મનોકામના પૂરી કરનાર દયાળી મા છે.
દર વર્ષે મા ખોડિયારની જન્મજયંતિ ધામધૂમથી અને ભક્તિભાવથી માના મંદિરોમાં અને સ્થાનકોમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાસુદ આઠમના દિવસે ખોડિયાર જયંતિ આપણે સૌ આઈ ખોડિયાર માં નું નવનિર્મિત મંદિર જે શ્રી વરદાયિની માતાજી નું મહાભારત કાલીન પ્રાચીન પૂજનીય સ્થાન મંદિર રૂપાલ ગામ ગુજરાત ના પાટનગર ગાંધીનગર ગામે આવેલ છે જે મંદિર ને ભારતના સહકાર અને ગૃહ મંત્રી શ્રી અમિત ભાઈ શાહ સાહેબ દ્વારા કેન્દ્ર સરકાર શ્રી ની પ્રસાદમ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે . તે જ મંદિર ના પટાંગણમાં જ પૌરાણિક ખોડિયાર માં ના મંદિર ના સ્થાને નવનિર્મિત મંદિર માં માં ખોડિયાર માં ની અદભુત આભા અને સુંદર મૂર્તિ ના દર્શન થશે .
જય ખોડિયાર માં આપ સૌ ને વિશેષ અહીં રૂપાલ માં શ્રી વરદાયિની માતા જી ના મંદિરે પણ ૧૮ વર્ણ જાતી જ્ઞાતિ ઓ સંપૂર્ણ શ્રદ્ધા પૂર્વક માઈ મંદિર ના દર્શનાર્થે આવે છે તેમજ વરદાયિની માં ની પલ્લી પર ઘી નો અભિષેક કરે છે તેમજ આ જ મંદિરે કલિયુગ ની એક માત્ર અઢારે વર્ણમાં પૂજનીય કુળદેવી આઈ ખોડિયાર માં ની પૂજા પણ સૌ ભકતો અવશ્ય કરે છે . શ્રી વરદાયિની માતા મંદિર સેવા સંસ્થાન ના પવિત્ર મંદિર પ્રાંગણ માં ૧૨ ૧૩ ૧૪ ફેબ્રુઆરી ના વસંતપંચમી ના શુભ અવસરે નવ નિર્મિત આઈ ખોડિયાર મંદિર માં મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં સૌ માઈ ભક્તો દર્શન કરી ને ખોડિયાર માં ના સાથે સાથે શ્રી વરદાયિની માતા ,અને નવદુર્ગા સાથે શંકર મહાદેવ ના દર્શન કરી ધન્યતા અનુભવશે .
બહુ જ થોડા સમય માં આ શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાન એક અત્યાધુનિક પીકનીક અને દર્શનીય પર્યટન સ્થાન તરીકે વિકસિત ગુજરાતના કદમતાલ સાથે વિકાસ થઈ રહ્યું છે. જે સમૃદ્ધ ગુજરાતના એક આગવા વિકાસમાં મંદિરો પર્યટન સ્થાનો અને રમણીય સ્થળો ની સુંદરતા સ્વચ્છતા ને શિસ્તબદ્ધ રીતે વિકાસ પામી રહી છે . આવો આપણે સૌ પણ આ આપણી માતૃભૂમિના સુંદર વિકાસ માં સહભાગી બનીને આ વિકસિત ભારતમાં વિકસિત ગુજરાતના સંકલ્પ યજ્ઞ માં આહુતિ અર્પણ કરીને આપણું અમૂલ્ય યોગદાન અવશ્ય આપીને આપણા ગામ શહેર ને વધુ સુવિધા રૂપ બનાવીએ.
વિશ્વંભરી જગજનની માં વરદાયિની માં નું યુગો પર્યત પૌરાણિક પવિત્ર અને દર્શનીય મંદિર પલ્લી મંદિર ને શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાન દ્વારા પૌરાણિક સિદ્ધરાજ જયસિંહના સમય નું મંદિર ને સોમપુરા વાસ્તુકલા થકી સુંદર શિલ્પકલા સભર અને વિશાળ સભામંડપ માં એક સાથે અસંખ્ય દર્શનાર્થીઓ દર્શન પુજા આરતી માં સરળતાથી દર્શન કરી શકે તેવું વીશાળ સભા મંડપમાં, માં વરદાયિની માં નું સુવર્ણ જડિત દરવાજા કમાન અને સોનાથી મઢેલ ગોખ બેઠક સ્થાનમાં માં વરદાયિની માં ની મનોહર અને આકર્ષક મૂર્તિ ના દર્શન કરી લાખો ભક્તજનો ધન્ય થઈ રહ્યા છે. આ નવ નિર્મિત સુંદર દર્શનીય મંદિર ખૂબ જ દર્શનીય નિર્મિત કરવામાં આવ્યું છે.
તેમજ સભામંડપમાં ભગવાન શિવજી અને નવદુર્ગા ની મૂર્તિઓના પણ દિવ્ય દર્શન થશે. આ નવ મંદિરમાં માં વરદાયિની ને નવદુર્ગા અને શિવ પરિવાર સહિતમાં ને આવકારવા લાખો ભક્તજનો દર્શનાર્થીઓ સહસ્ત્ર ચંડી યજ્ઞ અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ૨૨ જાન્યુઆરી ૨૦૨૩ થી ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ સુધી વિધિ સભર માં ને પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. આપ શ્રી માં વરદાયિની ના નવનિર્મિત મંદિર માં ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી આ શુભ અવસર માં યથા શક્તિ અનુદાન અર્પણ કરી ને માં ને કૃતઘનતા પૂર્વક આપના શ્રદ્ધા સુમન અવશ્ય અર્પણ કરી ને માં વરદાયિની ના શુભ આશિષ પ્રાપ્ત કરવા આ અવસર માં અવશ્ય દર્શનાર્થે સહ પરિવાર સગા મિત્ર પાડોશીઓ સંગ પધારવા નું નિમંત્રણ છે.
જય વરદાયિની જય જગદંબા…