Rupal Village’s Old History

Rupal Village’s Old History

જય માં વરદાયિની

દેવો ની પ્રથમ પૂજનીય માં વરદાયિની ના એજ બ્રહ્માજીના રક્ષણ અર્થે દુર્ગમ દૈત્ય સાથેના યુદ્ધમાં માં વિજયી થતા દુર્ગા નામ થી સમસ્ત દેવલોકે સંબોધન કર્યું અને વરદાયિની નામ પણ બ્રહ્માજી એ જ આપ્યું હતું. આ જ પ્રાચીન નગરી રૂપાવટી ના શ્રી વરદાયિની માં ના મંદિરે ભગવાન શ્રી રામ જી એ આસ્થા પૂર્વક વરદાન પ્રાપ્ત કર્યું અને પાંચ , પાંડવો અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુવર્ણ ની પલ્લી યાત્રા શરૂ થઈ હતી તે આજ દિન સુધી દર વર્ષે અવિરત અચૂક નીકળે જ છે. શ્રી વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાન દ્વારા આજે કલિયુગ માં મન્દિર ગોખ અને કળશ ને સુવર્ણ થી મઢી ને મંદિર ને યાત્રાધામ તરીકે નવપલ્લવિત કર્યું છે. માં વરદાયીની ના કરોડો ભક્તો આસ્થા અને ભક્તિ ભાવથી માં ના ચરણકમલ માં અનુદાન આપી ને અભિષેક કરી .વિશ્વંભરી જગજનની માત શ્રી વરદાયિની માતા સાથે જય જગદંબા.* ની પુકાર અવશ્ય કરે છે.
રૂપાલ ગામની પ્રાચીનતા
રૂપાલ ગામ નો ઇતિહાસ અને અસ્તિત્વ

યુગો પર્યત કન્યાકુમારી ક્ષેત્ર માં સરસ્વતી નદી થી દક્ષિણ દિશા માં સાભ્રમતી ( સાબરમતી) નદી થી ઉત્તર દિશામાં દંડક વન દધિચી ઋષિ ના આશ્રમ થી ઉત્તર તરફ છ કૉસ દૂર અતિ મનોહર રોપ્યા ક્ષેત્ર માં શૃંગી ઋષિમુની નો આશ્રમ અને ફક્ત બ્રાહ્મણ ના કુટુંબ આ ક્ષેત્રમાં ઋષિ મુનિઓ ના યજ્ઞ કાર્ય અને ગુરુકુલ સંચાલન માં કાર્ય કરતા તેમના આશ્રમ નજીક રૌપ્યપુરી નગરી હતી જે ઘોર જંગલ અને મનોહર વનરાજી થી આચ્છાદિત હતું. સતયુગ માં રૌપ્યપુરી હજારો વર્ષો પૂર્વે જયારે પાંડવો આ વનમાં આવ્યા હતા અને શ્રી જગદંબાએ તેમને દર્શન આપી વરદાન આપ્યું હતું ત્યારે તો માતાજીના પવિત્ર સ્થાનની આસપાસ ગાઢ જંગલ હતું. અને પાંડવો અજ્ઞાત વાસ માં જવાની પૂર્વ તૈયારી રૂપે ઋષિ મુનિ ના માર્ગદર્શન મુજબ રૌપ્યપુરી માં માં વરદાયિની ના દર્શન કરી ને તેમના અસ્ત્ર શસ્ત્ર આયુધ અને પોષાક વરખડો ના વૃક્ષ માં ગુપ્ત રીતે છુપાવવા ની આજ્ઞા અર્પે છે અને અર્જુન ને ભવિષ્ય માં મહયુદ્ધ ના અંતિમ ક્ષણ ના વિજય અર્થે એક તીર અર્પણ કરે છે .જે તીર દ્વારા પાંડવો નો મહાભારત ના ભીષણ યુદ્ધ માં વિજય થાય છે.

માં વરદાયિની નું પૃથ્વી પર રૌપ્યપુરી માં નિવાસ કરતા દુર્ગમ દૈત્ય નો વધ કર્યા બાદ દેવ અને ઋષિ મુનિ ગણ ની વિનંતી થકી પૃથ્વી લોક ના રૌપ્યપુરી માં નિવાસ કરે છે અને સમસ્ત મનુષ્ય અને દરેક જીવ ના કલ્યાણ અર્થે પૃથ્વી લોક પર દુર્ગમ દૈત્યના વધ બાદ રૌપ્યપુરીમાં માન સરોવર નું પ્રાગટય કરી ને યુદ્ધ બાદ રક્ત રંજીત વસ્ત્રો સાથે સ્નાન કરી ને. દેવો દૈત્યોના પ્રથમ પૂજનીય માં વરદાયિની એ રૌપ્યપુરી માં નિવાસ કર્યો . દુર્ગમ દૈત્યની રૂપાપુરી અને દક્ષિણે સોનાપુરીના અવશેષો હતા. આ બન્ને નગરીના સ્વામી દૈત્યને મારી શ્રી વરદાયિની માં વિશ્વંભરી માં જગદંબા માં વરદાયિની માં નું પવિત્ર ધામ. એજ વર્તમાન સમયનું અતિ પવિત્ર યાત્રાધામ રૂપાલ.

આથી સ્વયં માં શ્રી વરદાયિની માં એ જ નવદુર્ગા ના પ્રાગટય પૂર્વે ના દેવો અને દૈત્યોના પ્રથમ પૂજનીય માં વરદાયિની ના અતિ પ્રાચીન પૌરાણિક મંદિર માં નિવાસ સ્થાન પર આજે પણ કરોડો ભક્તો આસ્થા અને શ્રદ્ધા પૂર્વક માં વરદાયિની દર્શન કરી ને કૃતઘ્નતા પૂર્વક માં ને પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માં વરદાયિની ના ચરણ કમલ માં પોતાના શ્રદ્ધા સુમન દિન પ્રતિ દિન યુગો પર્યત થી વર્તમાન સમયમાં પણ અવશ્ય અર્પણ કરે જ છે .

મૂળરાજ સોલંકીએ રુદ્રમાળ બાંધ્યો અને એક હજાર બ્રાહ્મણોનું વરણ કર્યું ત્યારે બ્રાહ્મણો ઉત્તરમાંથી સિદ્ધક્ષેત્રમાં આવ્યા. તે વખતે જુદાં જુદાં ગોત્ર, પ્રવરના બ્રાહ્મણોને જુદાં જુદાં ગામો દાનમાં આપ્યાં તે સંબંધી પ્રમાણ દર્શાવતો ગ્રંથ “શ્રી સ્થલપ્રકાશ’’ નામે છે.

વેનેત્રનવમિત વર્ષે (૧૩૪) ૧ कार्तिके शशितिथौ गुरुवारे ॥
मूलदेव नृपति समदात्सद् । ग्रामदानमति पंडितकेभ्य: ॥
याज्ञिकवेणीदत्त उ.प्र. २०-६५
આ રીતે મૂળરાજ સોલંકીએ શાલિવાહન શકે ૯૩૪ના કારતક સુદી ૧૫ ગુરુવારે પંડિતોને ગામોનું દાન કર્યું, જેમાં ૬૬મું ગામ રૂપાલ પણ દાનમાં આપ્યું. તેનો ઉલ્લેખ નીચે પ્રમાણે કરેલો છે.
ततो रुपाल्यसंज्ञां हि चतुर्भ्यश्चाश्वसंयुतां ॥
तत्र व्यासपदः कश्वित् पंडितोपपदः परः ॥ अ. ३५ श्लो. १४
आचार्यापपदौ द्वौ तु, सर्वे ते श्रौतसंयुताः । यजुर्वेदरताश्चैव भरद्वाजकुलोभ्दवाः । अ. ३५ श्लो १५
पंडितोपपदो योडत्र सद्विजो गौतमः स्मृतः । दुर्गा भगवती तत्र नानारत्नोपशोभिता ॥ अ. ३५ श्लो. १६
तथा च भगवान् शंभु सरः स्वच्छ जलान्वितं ।

ત્યાર પછી (મૂળરાજ સોલંકીએ) રૂપાલ નામનું નામ ચાર ઘોડાના દાન સાથે ચાર બ્રાહ્મણોને અર્પણ કર્યું : તેમાં ૧ વ્યાસ ૧ પંડિત અને ૨ સ્થાન આચાર્ય પદવીના હતા. તેમાં વ્યાસ અને આચાર્ય ભરદ્વાજ ગોત્રના હતા અને પંડિત ગૌતમ ગોત્રના હતા. આ ગામનાં સાક્ષાત્ દુર્ગા ભગવતી છે જે અનેકવિધ રત્ન અને ઘરેણાંઓથી સુશોભિત છે, તથા ભગવાન શંકરનું ર છે તથા સ્વચ્છ જળથી ભરેલું સરોવર છે.

આ ઉલ્લેખથી ગામમાં અતિ પ્રાચીન પૌરાણિક , વરદાયિની માતાની અને નીલકંઠેશ્વર મહાદેવની પ્રાચીનતા સિદ્ધ થાય છે. એક હજાર વર્ષ ઉપર આ ગામ રૂપાલ નામથી પ્રસિદ્ધ હતું અને ગામના પટેલભાઈઓ પૈકી કેટલાકના મૂળ પુરુષ શ્રી માનસંગ પટેલ સંવત ૧૨૦૬ની સાલમાં દવાડાથી રૂપાલ આવ્યા તેનો ઉલ્લેખ વહીવંચાના ચોપડામાંથી પણ મળી આવે છે. સંસ્કૃત ભાષામાં તેને રૂપાપુરી અથવા રૂપાવતી પણ કહેતા તેના ઉલ્લેખો પણ અનેક જગાએ છે.

આ ગામમાં ૧૮ ખુંટના રજપુતો રહેતા અને વાઘેલા રાજાના તાબામાં આ ગામ હતું જેમાં હમણાં સુધી ચાવડા, બિહોલા, પરમાર, પઢાર તો હતા. ગામનાં ખેતરો, કુવાઓ વગેરેનાં નામોમાંથી સોલંકી, ચૌહાણ, ડીહા વગેરે ખુંટોનાં નામ મળી આવે છે. વધુમાં ગામમાં મોઢ બ્રાહ્મણો મેવાડા નાગર અને બીજા ઘણી જાતના બ્રાહ્મણો વસતા હતા.

રૂપાવતી નગરી સમૃદ્ધ હતી અને તેથી શિવાનંદ સ્વામીજીએ આરતીમાં ‘‘સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ’’ એ શબ્દોથી ગામની પ્રાચીનતા અને મોટી સમૃદ્ધ વસ્તીનું પણ વર્ણન કરેલું છે. મોઢ જ્ઞાતિના પંડ્યા તો હમણાં સુધી હતાં. પણ કાળબળે તેમનો વંશોચ્છેદ થયો. તેમનાં મકાનો અને યજમાનો તેમણે ત્રિવેદીને આપેલાં તેનાં પ્રમાણો પણ મળે છે. રૂપાપુરીનો ઉલ્લેખ ખોદકામમાંથી મળેલા તામ્રપત્રમાં અને વ્રજભાષાની ‘બસો બાવન વૈષ્ણવોની વાર્તા” નામના ગ્રંથમાં કરેલો છે, તેમાં ગુજરાતીમાં રૂપાલ એમ સ્પષ્ટ લખેલું છે. એ રીતે રૂપાલ ગામની પ્રાચીનતા પ્રસિદ્ધ છે.

રૂપાલ ગામની (ગરાસ) જેતાજીના વંશજ આનંદદેવના પુત્ર રાણકદેવને મળેલી. તેમના વંશજ વજેકરણજીના પાટવી કુંવર ભીમજીએ ઈડરમાં જઈ પોશીનાના પટ્ટા મેળવ્યા અને રૂપાલ છોડી ત્યાં જઈ વસ્યા આ હકીકત ઈતિહાસપ્રસિદ્ધ છે. એ રીતે રૂપાલ, રૂપાપુરી કે રૂપાવતી નામે ઓળખાતું ગામ પ્રાચીન છે અને માતાજીનું ધામ પ્રસિદ્ધ છે.