Dignitaries’ Opinion

Dignitaries’ Opinion

જય માં વરદાયિની

દેવોની પ્રથમ પૂજનીય માં વરદાયિની ના એજ બ્રહ્માજી ના રક્ષણ અર્થે દુર્ગમ દૈત્ય સાથેના યુદ્ધમાં માં વિજયી થતા દુર્ગા નામ થી સમસ્ત દેવલોકે સંબોધન કર્યું અને વરદાયિની નામ પણ બ્રહ્માજી એ જ આપ્યું હતું. આ જ પ્રાચીન નગરી રૂપાવટી ના શ્રી વરદાયિની માં ના મંદિરે ભગવાન શ્રી રામ જી એ આસ્થા પૂર્વક વરદાન પ્રાપ્ત કર્યું અને પાંચ , પાંડવો અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુવર્ણ ની પલ્લી યાત્રા શરૂ થઈ હતી તે આજ દિન સુધી દર વર્ષે અવિરત અચૂક નીકળે જ છે. શ્રી વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાન દ્વારા આજે કલિયુગ માં મન્દિર ગોખ અને કળશ ને સુવર્ણ થી મઢી ને મંદિર ને યાત્રાધામ તરીકે નવપલ્લવિત કર્યું છે. માં વરદાયીની ના કરોડો ભક્તો આસ્થા અને ભક્તિ ભાવથી માં ના ચરણકમલ માં અનુદાન આપી ને અભિષેક કરી. વિશ્વંભરી જગજનની માત શ્રી વરદાયિની માતા સાથે જય જગદંબા.* ની પુકાર અવશ્ય કરે છે.
Shree Amitbhai Shah

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે કહ્યું આ જ પ્રાચીન શ્રી વરદાયિની માતાજી ના મંદિર સાથે મારી બાળપણ ની યાદ જોડાયેલી છે અને માનતા પર પૂર્ણ કરેલ છે .
આવનાર ભવિષ્ય માં આ રૂપાલ ગામ ની સુંદર કાયાપલટ થવાની છે . બહુ થોડા વર્ષ માં આપ આ રૂપાલ નો વિકાસ જોઈને આશ્ચર્ય પામી જશો .
આ શ્રી વરદાયિની માતા જી ના મંદિર ને કેન્દ્ર સરકાર ના પ્રસાદમ યોજના અંતર્ગત સમાવેશ કરતા હું ખૂબ જ હર્ષ ની લાગણી અનુભવું છું અને વરદાયિની માતાજી ના આ મંદિર પરીસર નો સુંદર આયોજન બદ્ધ વિકાસ અમે કૃતઘ્નતા પૂર્વક કરવાનો નીર્ધાર કર્યો છે .
આથી રૂપાલ અને આજુબાજુ ના સ્વરોજગાર તેમજ નવા પીકનીક સ્પોટ યાત્રાધામ ના નિર્માણ થકી નાના રોજગાર ને વધુ આવક પ્રાપ્ત થશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાના મંદિરેથી 120 કરોડના વિકાસકામોના લોકાર્પણ- ખાતમુહૂર્ત કર્યા. આ પ્રસંગે મંદિરમાં તેમની રજતતુલા કરવામાં આવી હતી.
શ્રી અમિત ભાઈ શાહે 120 કિલો ચાંદી રૂપાલના વિશ્વ પ્રસિદ્ધ વરદાયિની માઁ મંદિરને દાનમાં અર્પણ કરી છે . જય વરદાયિની જય જગદંબા

Former Deputy chief Minister of Gujarat State India શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાન નું પાંડવકાલીન પ્રાચીન અને પવિત્ર મંદિર ને યશસ્વી રાજા પાટણ નરેશ સિદ્ધરાજ જયસિંહ દ્વારા જીર્ણોદ્ધાર કરી ને બનાવવામાં આવેલ તે મંદિર ને સુંદર બંસી પહાડપુરી પથ્થર થી તેમજ સોમપુરા વાસ્તુકલા શૈલી સહિત સુંદર શિલ્પકલા સભર ખુબજ આકર્ષક ક્લકૌશલ્ય સભર નવનિર્મિત કરવામાં આવ્યું છે . તેમજ મંદિર પર સોનાના કળશ અને સોનાના ધ્વજ દંડ પર માં ની ધજા અતિ સોહામણી છાયા ઉભી કરે છે . તેમજ સભા મંડપ માં નવદુર્ગા ની મૂર્તિઓ અને શિવ પરિવાર ના દર્શન પણ મુખ્ય આકર્ષણ રૂપે દ્રશ્યમાન છે.
અને માતાજી ના ગર્ભગૃહ માં શુદ્ધ સુવર્ણ થી મઢેલ વિશાળ દરવાજા અને તેની કમાન તેમજ માતાજી નો ગોખ માં રામાયણ અને મહાભારત નો ઇતિહાસ આલેખન કરવામાં આવ્યો છે તે પણ સોનાથી મઢેલ હોવાથી માતા શ્રી વરદાયિની માઁ ની શ્વેત આરસ ની મૂર્તિ નો શણગાર અને માં નું મુખમંડળ પર ની આભા આભૂષણો અને વસ્ત્રોથી શુશોભીત મૂર્તિ ના દર્શન મનોહર મનમોહક અને દૈદીપ્યમાન દર્શન થાય છે .

Shree Nitinbhai Patel
Shree Nitinbhai Patel

મૂર્તિ નું મનમોહક સ્વરૂપ આપને મૂર્તિમાં ધ્યાન મગ્ન અને આકર્ષિત કરશે જ . હું વરદાયિની માતા મંદિર ના મુખ્ય ટ્રસ્ટી શ્રી નીતિન ભાઈ પટેલ ને અમદાવાદ અને ગાંધીનગર ની નજીક એક સુંદર પૌરાણિક યાત્રાધામ સ્વરૂપે મંદિર અને રૂપાલ નો ઉજ્જવળ વિકાસ જોઈ ને અભિનંદન પાઠવું છું.

Smt. Anandiben Patel
Smt. Anandiben Patel

Governer of Uttar pradesh Ex Chief minister of Gujarat ગાંધીનગર અને અમદાવાદ બન્ને શહેર ને ભારતીય જનતા પાર્ટી ની સરકાર સ્માર્ટ સીટી બનાવવા ના આગોતરા આયોજન પૂર્વક વિકાસ ના કાર્યો કરી રહી છે.

સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા માં આવેલ પાંડવ કાલીન પૌરાણિક શાસ્ત્રમાં ઉલ્લેખનીય રૂપાલ એટલે રૂપાવટી નગરી અને શ્રી વરદાયિની માં ની પૂજા આરાધના રામાયણ માં પ્રભુ શ્રી રામ અને મહાભારત ના પાંડવો એ સ્વયં આ જ વરદાયિની માતા ની પૂજા આરાધના તેમજ પલ્લી યાત્રા ની શરૂઆત કરી હતી .
તેવા પ્રાચીન મંદિર ને સોમપુરા વાસ્તુ શૈલી જે શૈલી થી વર્તમાન માં પ્રભુ શ્રી રામલ્લા નું અયોધ્યા નું મંદિર પણ આજ સોમપુરા વાસ્તુકલા સભર નિર્માણ પામી રહ્યું છે .
આ વરદાયિની માં નું નવ નિર્મિત મંદિર ભક્તો માટે એક ખૂબ જ આકર્ષક યાત્રાધામ સાથે સુંદર માનસરોવર ને પણ મંદિર ના કોરિડોર માં કાયાપલટ કરી ને એક પીકનીક સ્પોટ તરીકે વિકસિત કરવામાં આવશે .

હું મંદિર ના ટ્રસ્ટીઓ અને મુખ્ય શ્રી નીતિન ભાઈ પટેલ ટ્રસ્ટીશ્રી ને અભિનંદન પાઠવું છું .
તેમજ મારા શ્રી વરદાયિની માતાજી ના ચરણ કમલ માં પૂર્ણ શ્રદ્ધા અને આસ્થા સહ ચરણ સ્પર્શ અને પ્રાર્થના કે ઝડપથી રૂપાલ ગામ ને અને મંદિર નો દિન પ્રતિદિન આગવો વિકાસ થાય અને આસપાસ ની પ્રજા ને સ્વરોજગાર ની નવી તક ઉદભવે તે જ શુભ ભાવના સહ
જય વરદાયિની જય જગદંબા બોલો શ્રી વરદાયિની માત કી જય હો .

Chief Minister Gujarat state India વર્તમાન ભારતીય જનતા પક્ષ ની સરકાર સૌ નો સાથ સૌ નો વિકાસ સૂત્ર ને અનુસરી ને ગુજરાતમાં વિકાસ ના કાર્યો જનકલ્યાણ અર્થે કરી રહી છે.
અહીં ગાંધીનગર તેમજ અમદાવાદ નજીક સુંદર યાત્રાધામ તરીકે અતિ પ્રાચીન પૌરાણિક પાંડવ કાલીન મંદિર શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાન ની સુંદર કાયાપલટ કરવાનો નીર્ધાર વર્તમાન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
રૂપાલ ગામ ગાંધીનગર થી નજીક 13 કિલોમીટર અને અમદાવાદ થી 35 કિલોમીટર આવેલ છે જ્યારે ભારત ના કેટલાય શહેરો નજીક ના ભવિષ્યમાં સ્માર્ટ સીટી માં પરિવર્તિત થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર પણ આ જ રીતે આયોજન બદ્ધ વિકાસની હરણફાળ ભરી રહ્યા છે.

Shree Bhupendra Patel

તેથી જ પ્રાચીન પાંડવકાલીન આ શ્રી વરદાયિની માતા મંદિર કોરિડોરનો પણ ગુજરાત ના અન્ય મુખ્ય પ્રમુખ યાત્રાધામ થી પણ વધુ સુંદર નવરચના કરવાના આયોજન મુજબ કાર્ય પ્રગતિના પંથ પર છે.

અહીં રૂપાલ નું પૌરાણિક માન સરોવર તળાવ અને કોરિડોર ને એક યાત્રાધામ સાથે સાથે પીકનીક સ્પોટ પર્યટન સ્થાન તરીકે વિકસાવવા નું કાર્ય ચાલી રહ્યું છે.

હું ટ્રસ્ટી શ્રીઓ અને મુખ્ય નીતિન ભાઈ પટેલ જી સાથે ગ્રામ વાસીઓ ને પણ અભિનંદન પાઠવું છું એ સુંદર અને દર્શનીય મંદિર ના નવનિર્માણ બદલ સમસ્ત દાતા શ્રી ઓ એ જે સાથ સહકાર આપ્યો છે તે અતિ પ્રેરણા દાયક છે. આવા મહાન દાતાઓ ઇતિહાસ માં પણ ધર્મ નો પ્રચાર પ્રસાર કરતા હતા અને વર્તમાન માં હિન્દૂ સંસ્કૃતિ ને વધુ પ્રકાશિત કરવાનું આવું અમૂલ્ય કાર્ય કરે છે.

આથી દાતાઓ અને જનતા પણ મંદિર ના વિકાસ કાર્ય માં યથાશક્તિ આર્થિક કે અન્ય રીતે સેવા કાર્ય માં સહકાર રૂપે યોગદાન અર્પણ કરે .
યાત્રિકો અને ભાવિક ભક્તજનો પલ્લી દર્શન અને જગત જનની વિશ્વમભરી વરદાયિની માં ના આ સુંદર મંદિર ને સહપરિવાર મિત્ર વર્તુળ સાથે અવશ્ય દર્શન કરવા અને માઁ નો સાક્ષાત્કાર નો અગમ્ય અનુભવ કરવા જેવું રમણીય દર્શનીય સ્થાન એટલે આપણું રૂપાલ નું પલ્લી મંદિર છે .
જય વરદાયિની જય જગદંબા