ગાંધીનગર અને અમદાવાદ બન્ને શહેર ને ભારતીય જનતા પાર્ટી ની સરકાર સ્માર્ટ સીટી બનાવવાના આગોતરા આયોજન પૂર્વક વિકાસ ના કાર્યો કરી રહી છે. સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આવેલ પાંડવ કાલીન પૌરાણિક શાસ્ત્રમાં ઉલ્લેખનીય રૂપાલ એટલે રૂપાવટી નગરી અને શ્રી વરદાયિનીમાં ની પૂજા આરાધના રામાયણમાં પ્રભુશ્રી રામ અને મહાભારતના પાંડવો એ સ્વયં આ જ વરદાયિની માતા ની પૂજા આરાધના તેમજ પલ્લી યાત્રા ની શરૂઆત કરી હતી. તેવા પ્રાચીન મંદિર ને સોમપુરા વાસ્તુ શૈલી જે શૈલીથી વર્તમાન માં પ્રભુ શ્રી રામલ્લાનું અયોધ્યાનું મંદિર પણ આજ સોમપુરા વાસ્તુકલા સભર નિર્માણ પામી રહ્યું છે. આ વરદાયિનીમાં નું નવ નિર્મિત મંદિર ભક્તો માટે એક ખૂબ જ આકર્ષક યાત્રાધામ સાથે સુંદર માનસરોવર ને પણ મંદિર ના કોરિડોર માં કાયાપલટ કરી ને એક પીકનીક સ્પોટ તરીકે વિકસિત કરવામાં આવશે. હું મંદિર ના ટ્રસ્ટીઓ અને મુખ્ય શ્રી નીતિન ભાઈ પટેલ ટ્રસ્ટીશ્રી ને અભિનંદન પાઠવું છું. તેમજ મારા શ્રી વરદાયિની માતાજી ના ચરણ કમલ માં પૂર્ણ શ્રદ્ધા અને આસ્થા સહ ચરણ સ્પર્શ અને પ્રાર્થના કે ઝડપથી રૂપાલ ગામ ને અને મંદિર નો દિન પ્રતિદિન આગવો વિકાસ થાય અને આસપાસ ની પ્રજા ને સ્વરોજગાર ની નવી તક ઉદભવે તે જ શુભ ભાવના સહ. જય વરદાયિની જય જગદંબા બોલો શ્રી વરદાયિની માત કી જય હો.