Shree Bhupendra Patel

Vardayini Mata Temple Rupal

વર્તમાન ભારતીય જનતા પક્ષ ની સરકાર સૌ નો સાથ સૌનો વિકાસ સૂત્ર ને અનુસરી ને ગુજરાતમાં વિકાસ ના કાર્યો જનકલ્યાણ અર્થે કરી રહી છે. અહીં ગાંધીનગર તેમજ અમદાવાદ નજીક સુંદર યાત્રાધામ તરીકે અતિ પ્રાચીન પૌરાણિક પાંડવ કાલીન મંદિર શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાન ની સુંદર કાયાપલટ કરવાનો નીર્ધાર વર્તમાન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રૂપાલ ગામ ગાંધીનગર થી નજીક 13 કિલોમીટર અને અમદાવાદ થી 35 કિલોમીટર આવેલ છે જ્યારે ભારત ના કેટલાય શહેરો નજીક ના ભવિષ્યમાં સ્માર્ટ સીટી માં પરિવર્તિત થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગર પણ આ જ રીતે આયોજન બદ્ધ વિકાસની હરણફાળ ભરી રહ્યા છે. તેથી જ પ્રાચીન પાંડવકાલીન આ શ્રી વરદાયિની માતા મંદિર કોરિડોરનો પણ ગુજરાત ના અન્ય મુખ્ય પ્રમુખ યાત્રાધામથી પણ વધુ સુંદર નવરચના કરવાના આયોજન મુજબ કાર્ય પ્રગતિના પંથ પર છે. અહીં રૂપાલ નું પૌરાણિક માન સરોવર તળાવ અને કોરિડોર ને એક યાત્રાધામ સાથે સાથે પીકનીક સ્પોટ પર્યટન સ્થાન તરીકે વિકસાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. હું ટ્રસ્ટી શ્રીઓ અને મુખ્ય નીતિનભાઈ પટેલજી સાથે ગ્રામવાસીઓ ને પણ અભિનંદન પાઠવું છું એ સુંદર અને દર્શનીય મંદિરના નવનિર્માણ બદલ સમસ્ત દાતાશ્રીઓ એ જે સાથ સહકાર આપ્યો છે તે અતિ પ્રેરણા દાયક છે. આવા મહાન દાતાઓ ઇતિહાસમાં પણ ધર્મ નો પ્રચાર પ્રસાર કરતા હતા અને વર્તમાન માં હિન્દૂ સંસ્કૃતિ ને વધુ પ્રકાશિત કરવાનું આવું અમૂલ્ય કાર્ય કરે છે. આથી દાતાઓ અને જનતા પણ મંદિર ના વિકાસ કાર્ય માં યથાશક્તિ આર્થિક કે અન્ય રીતે સેવા કાર્ય માં સહકાર રૂપે યોગદાન અર્પણ કરે. યાત્રિકો અને ભાવિક ભક્તજનો પલ્લી દર્શન અને જગત જનની વિશ્વમભરી વરદાયિની માં ના આ સુંદર મંદિર ને સહપરિવાર મિત્ર વર્તુળ સાથે અવશ્ય દર્શન કરવા અને માઁ નો સાક્ષાત્કાર નો અગમ્ય અનુભવ કરવા જેવું રમણીય દર્શનીય સ્થાન એટલે આપણું રૂપાલ નું પલ્લી મંદિર છે. જય વરદાયિની જય જગદંબા

Comments are closed.