શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાન નું પાંડવકાલીન પ્રાચીન અને પવિત્ર મંદિર ને યશસ્વી રાજા પાટણ નરેશ સિદ્ધરાજ જયસિંહ દ્વારા જીર્ણોદ્ધાર કરી ને બનાવવામાં આવેલ તે મંદિર ને સુંદર બંસી પહાડપુરી પથ્થર થી તેમજ સોમપુરા વાસ્તુકલા શૈલી સહિત સુંદર શિલ્પકલા સભર ખુબજ આકર્ષક ક્લકૌશલ્ય સભર નવનિર્મિત કરવામાં આવ્યું છે. તેમજ મંદિર પર સોનાના કળશ અને સોનાના ધ્વજ દંડ પર માં ની ધજા અતિ સોહામણી છાયા ઉભી કરે છે. તેમજ સભા મંડપ માં નવદુર્ગા ની મૂર્તિઓ અને શિવ પરિવાર ના દર્શન પણ મુખ્ય આકર્ષણ રૂપે દ્રશ્યમાન છે. અને માતાજી ના ગર્ભગૃહ માં શુદ્ધ સુવર્ણ થી મઢેલ વિશાળ દરવાજા અને તેની કમાન તેમજ માતાજી નો ગોખ માં રામાયણ અને મહાભારત નો ઇતિહાસ આલેખન કરવામાં આવ્યો છે તે પણ સોનાથી મઢેલ હોવાથી માતા શ્રી વરદાયિની માઁ ની શ્વેત આરસ ની મૂર્તિ નો શણગાર અને માં નું મુખમંડળ પર ની આભા આભૂષણો અને વસ્ત્રોથી શુશોભીત મૂર્તિ ના દર્શન મનોહર મનમોહક અને દૈદીપ્યમાન દર્શન થાય છે. મૂર્તિ નું મનમોહક સ્વરૂપ આપને મૂર્તિમાં ધ્યાન મગ્ન અને આકર્ષિત કરશે જ. હું વરદાયિની માતા મંદિર ના મુખ્ય ટ્રસ્ટી શ્રી નીતિન ભાઈ પટેલ ને અમદાવાદ અને ગાંધીનગરની નજીક એક સુંદર પૌરાણિક યાત્રાધામ સ્વરૂપે મંદિર અને રૂપાલ નો ઉજ્જવળ વિકાસ જોઈ ને અભિનંદન પાઠવું છું.