કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે કહ્યું આ જ પ્રાચીન શ્રી વરદાયિની માતાજી ના મંદિર સાથે મારી બાળપણ ની યાદ જોડાયેલી છે અને માનતા પરીપૂર્ણ કરેલ છે. આવનાર ભવિષ્ય માં આ રૂપાલ ગામ ની સુંદર કાયાપલટ થવાની છે. બહુ થોડા વર્ષ માં આપ આ રૂપાલ નો વિકાસ જોઈને આશ્ચર્ય પામી જશો. આ શ્રી વરદાયિની માતાજીના મંદિર ને કેન્દ્ર સરકાર ના પ્રસાદમ યોજના અંતર્ગત સમાવેશ કરતા હું ખૂબ જ હર્ષ ની લાગણી અનુભવું છું અને વરદાયિની માતાજીના આ મંદિર પરીસર નો સુંદર આયોજન બદ્ધ વિકાસ અમે કૃતઘ્નતા પૂર્વક કરવાનો નીર્ધાર કર્યો છે. આથી રૂપાલ અને આજુબાજુના સ્વરોજગાર તેમજ નવા પીકનીક સ્પોટ યાત્રાધામના નિર્માણ થકી નાના રોજગાર ને વધુ આવક પ્રાપ્ત થશે.