શ્રી વરદાયિની માતા દેવસ્થાન રૂપાલ

ભાવિક ભક્તજનો ને જણાવતા આનંદ થાય છે કે , રૂપાલ ના વરદાયિની માં ના ઐતહાસિક મંદિર ના જીર્ણોદ્ધાર કાર્ય માં આપનો અમૂલ્ય યોગદાન આવકાર્ય છે . આ સંસ્થામાં અપાતા દાનની રકમ આવકવેરા કલમ 80 G મુજબ આવકવેરા કર માંથી મુક્તિ મેળવવા પાત્ર છે.

80 G સર્ટી . નંબર :--- AAATS8181Q/9/16-17/T-227/ 80G(5)/DATED 08-08-2016 .

નવરાત્રી 2016

નવરાત્રી 6 ઓક્ટોબર 2016 ના દર્શન અને વરદાયિની માતા સેવા સંસ્થાન ટ્રસ્ટ આપ સૌ ને નવરાત્રી ની શુભેચ્છા પાઠવે છે આપ સૌ ને 9 ઓક્ટોબર 2016 ના રાત્રે 12 વાગ્યે નીકળનારી પલ્લી યાત્રા એ માં ના દર્શન અને આશિષ પ્રાપ્ત કરવા આવવા આમંત્રણ છે તેમ જ યુગો યુગો થી નીકળતી પ્રાચીન પાંડવ કાલીન પલ્લી યાત્રા દર વર્ષે અવીરત ગાંધીનગર થી 13 કિલોમીટર દૂર આવેલું રૂપાલ ગામે થી નીકળે છે . ભાવિક ભક્તજનો 10 ઓક્ટોબર 2016 ના સવાર ના 8 વાગ્યા બાદ વરદાયીની માતા મંદિર પર રાખવામાં આવેલી પલ્લી ઉપર શુદ્ધ ઘી નો અભિષેક પૂર્ણિમા એટલે કે શરદ પૂનમ સુધી પલ્લી જ્યોત પાર કરી શકશે અને વરદાયિની માતા ,મંદિર માં થી શુદ્ધ ઘી પાકી પાવતી લઇ ને બજાર ભાવે આપે યથા શક્તિ મુજબ લઇ શકો છો . તેમજ ભાવિક ભક્ત જનો ને જણાવતા સહર્ષ આનંદ ની અનુભૂતિ થાય છે કે ભાવિક ભક્ત જનો માટે મંદિર દર્શન ને વિશેષ સુવિધા જનક બનાવવા ના નીર્ધાર થી હાલ માં વરદાયિની માતા નું પ્રાચીન મંદિર ને નવનિર્મિત કરી ને 15 કરોડ ના ખર્ચે અતિ આહલાદક અને રમણીય પવિત્ર યાત્રાધામ બનાવવા ના અમારા નીર્ધાર ને આપ યથાશક્તિ મુજબ મંદિર સેવા ટ્રસ્ટ ને દાન આપી ને પાકી પહોંચ મેળવી શકો છો. આપના દાન ની રકમ ભારત સરકાર ના ઇન્કમટેક્સ નીયમ 80 G હેઠળ કરવેરા મુક્તી માં પણ સામેલ થઈ શકે છે. દરેક ભાવિક ભક્ત જનો ને નિવેદન છે કે આપ સૌના સાથ અને સહયોગ થકી ગાંધીનગર જીલ્લા નું રૂપાલ નું વરદાયિની માતા મંદીર એક સુંદર અને રમણીય યાત્રાધામ બનાવવા સંકલ્પ જ્ઞ માં ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી રૂપી યથાશક્તિ મુજબ દાન સ્વીકાર કરવા માં આવે છે .અને મંદિર સેવા ટ્રસ્ટ ની આપે આપેલ દાનની પહોંચ પણ તરત જ મેળવી લેવા વિંનતી છે.