શ્રી વરદાયિની માતા દેવસ્થાન રૂપાલ

ભાવિક ભક્તજનો ને જણાવતા આનંદ થાય છે કે , રૂપાલ ના વરદાયિની માં ના ઐતહાસિક મંદિર ના જીર્ણોદ્ધાર કાર્ય માં આપનો અમૂલ્ય યોગદાન આવકાર્ય છે . આ સંસ્થામાં અપાતા દાનની રકમ આવકવેરા કલમ 80 G મુજબ આવકવેરા કર માંથી મુક્તિ મેળવવા પાત્ર છે.

80 G સર્ટી . નંબર :--- AAATS8181Q/9/16-17/T-227/ 80G(5)/DATED 08-08-2016 .

જીણોંધ્ધાર

સહર્ષ જણાવતાં આનંદ થાય છે કે શ્રી વરદાયિની માતાજીનું  વિશ્વ વિખ્યાત પૌરાણિક મંદિર હાલ માં જીણે થઈ ગયેલ હોવાથી તેનો જીણૉદધાર કરવો જરૂરી જણાતા માતાજીની મૂર્તિ તથા શિવલીંગ ને યથાવત રાખી એક સુંદર ભવ્ય  મંદિર  ભરતપૂર રાજસ્થાનના ગુલાબી બંસી  પહાણુપુર પથ્થરનું કલાત્મક નકશી કામવાળુ 101 ફૂટ 5 ઇંચ કળશની ઉંચાઈ  વાળા ભવ્યાતિ ભવ્ય બનાવવા નું નિરધાયૂઁ છે જેની પ્રારંભિક કાર્યવાહી પુર્ણ કરી આ મંદિર  નિર્માણ નું પથ્થરથી કરવાનું હોઇ જે 1000 વષઁ સુધી યથાવત રહેશે..
તો આ મંદિર  જીણોંધ્ધાર કાર્યમાં આપશ્રી ઉદાર હાથે આથિક સહયોગ આપશો તેવી અભિલાષા સાથે માઁ વરદાયિનીના આશીર્વાદ પાઠવીએ છીએ. આ મંદિરની પતિકૃતી (મોડલ) મંદિરના પરીસરમાં દશનાથ મુકવામાં આવેલ છે.

માતાજીના મંદિરના વિવિધ ભાગના નિર્માણ કાર્યમાં દાન આપનાર લાભાર્થીના નામો મંદિર પરિસરમાં તકતીમાં સુવણ અક્ષરે  અંકિત કરવામાં આવેશે.